પર્યાવરણ અને વન મંત્રાલય
'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ દેશભરમાં 52 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરી હતી
प्रविष्टि तिथि:
03 SEP 2024 9:50AM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે Xપર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે દેશે 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું છે અને માહિતી આપી હતી કે આ અભિયાન હેઠળ ભારતભરમાં 52 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 05.06.2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે 'એક પેડ મા કે નામ' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટે પોતાનાં આહ્વાનમાં પ્રધાનમંત્રીએ દરેકને આ પહેલ મારફતે શ્રેષ્ઠ પૃથ્વી અને સ્થાયી વિકાસમાં પ્રદાન કરવા અપીલ કરી હતી.
પહેલાની પ્રકાશનની નકલ:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2022815
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2051141)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Urdu
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Kannada
,
Khasi
,
English
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam