સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

CCA ઓફિસ, ગુજરાત દ્વારા ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન

प्रविष्टि तिथि: 19 SEP 2024 3:13PM by PIB Ahmedabad

કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ ઓફિસ, ગુજરાત દ્વારા "સ્વચ્છતા હી સેવા અભિયાન 2024" અંતર્ગત અમદાવાદના પાલડીમાં ટાગોર હોલ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ 19મી સપ્ટેમ્બર 2024ના રોજ યોજાઈ હતી, જેમાં તમામ સ્ટાફ સભ્યો અને સ્થાનિક સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક સામેલ રહ્યા હતા.

પહેલના ભાગરૂપે, શ્રી વિજય કુમાર, સીસીએ, સુશ્રી એસ.આર. ઉદયશ્રી, Jt.CCA,  શ્રી ગુંજન ભારતી મિશ્રા, Dy.CCA અને O/o CCA ગુજરાતનો સ્ટાફ દ્વારા રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણની પ્રવૃત્તિ " એક પેડ મા કે નામ અભિયાન" હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેનો હેતુ સ્વચ્છતાની સાથે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો.

આ ઇવેન્ટમાં "સ્વચ્છતા હી સેવા"ના રાષ્ટ્રીય ઝુંબેશને અનુરૂપ, સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ બનાવવા તરફ CCA ઑફિસની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવામાં આવી હતી.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2056621) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English