શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રમ અને રોજગાર મંત્રાલય સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે

प्रविष्टि तिथि: 20 SEP 2024 11:41AM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર મંત્રાલય પોતાના ગૌણ/સંલગ્ન/સ્વાયત્ત સંસ્થાઓ સાથે ‘સ્વચ્છતા હી સેવા (SHS), 2024 અભિયાન’માં સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે જે 17મી સપ્ટેમ્બરના રોજ ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે શરૂ થઈ હતી. આ અભિયાન 2જી ઓક્ટોબર 2024ના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી સાથે સમાપ્ત થશે.

"સ્વચ્છતા હી સેવા" ઝુંબેશના ઉદઘાટન દિવસે, શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સચિવ (શ્રમ અને રોજગાર) સુશ્રી સુમિતા ડાવરા અને અન્ય અધિકારીઓ સાથે શ્રમ શક્તિ ભવન, રફી માર્ગ, નવી દિલ્હીના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિશેષ અભિયાન 'એક પેડ મા કે નામ'નો શુભારંભ કર્યો.

મંત્રાલય આ સમયગાળા દરમિયાન વિશેષ સ્વચ્છતા ઝુંબેશ, શ્રમદાન, સફાઈમિત્ર આરોગ્ય તપાસ શિબિર, સ્વચ્છતાને પ્રેરિત કરનારી માનવ સાંકળ વગેરેનું આયોજન કરશે. અભિયાન દરમિયાન જનભાગીદારી પર ભાર મૂકતી સ્વચ્છતા પહેલમાં જાગૃતિ અને સમુદાયની સંડોવણીને પ્રોત્સાહન આપવા માટે ચિત્રકળા, સૂત્ર, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.

શ્રમ અને રોજગાર મંત્રાલય દેશભરમાં પોતાની કચેરીઓના વિશાળ નેટવર્ક સાથે મળીને ઓળખાયેલ સ્વચ્છતા લક્ષ્ય એકમો (CTUs) પર વિશેષ ડ્રાઇવનું આયોજન કરશે જેમાં સામાન્ય લોકોને પણ ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2056905) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil