પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
23 SEP 2024 12:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અનુરા કુમારા દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા શ્રીલંકા સાથે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“અભિનંદન @અનુરાદિસનાયકે, શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારી જીત માટે. ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને વિઝન સાગરમાં શ્રીલંકા વિશેષ સ્થાન ધરાવે છે. હું આપણા લોકો અને સમગ્ર પ્રદેશના લાભ માટે આપણા બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.”
AP/GP/JD
(रिलीज़ आईडी: 2057777)
आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam