શહેરી વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

સ્વચ્છતા હી સેવા-2024 : થીમ આધારિત ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈમાં કુલ 43365થી વધુ નાગરીકોએ સફાઈ ઝુંબેશમાં જોડાઈ 21818468 કલાકનું શ્રમદાન હાથ ધર્યું

Posted On: 26 SEP 2024 5:09PM by PIB Ahmedabad

ભારત સરકારશ્રી દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે દિવસનેસ્વચ્છ ભારત દિવસતરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા. 17 સપ્ટેમ્બર, 2024 થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધીસ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

થીમ આધારિત ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈમાં કુલ 43365થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 21818468 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 365 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 314 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છેરાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 2515 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવીરાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 1904 મુખ્ય રસ્તાઓ, 801 માર્કેટ વિસ્તાર, 35647 કોમર્શીયલ વિસ્તાર, 2861 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવીરાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 928 બ્લેક સ્પોટની  સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 319  રેડ સ્પોટ(પાનની પિચકારી) 220 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવીરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 42166 સફાઈ કર્મચારી  સાથે 121508 કલાકનું યોગદાન આપવામાં આવ્યુંવધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 1685 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 80થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.

AP/GP/JD

 


(Release ID: 2059059)