ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કોળીયાકથી નિષ્કલંકના રસ્તે કોઝ-વેના સ્થાને બસ ફસાઈ ત્યાં ઉચો પુલ બનાવવા કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ આપી તાકિદની સુચના
प्रविष्टि तिथि:
27 SEP 2024 2:48PM by PIB Ahmedabad
ભાવનગરના કોળીયાકમાં ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આવેલ તામિલનાડુના યાત્રીકોની બસ વરસાદી પુરના કારણે કોઝ-વેમાં ઉતરી જતા અને યાત્રીકો ફસાઈ જતા ઘટનાની જાણ થતા દિલ્હીથી કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી અને ભાવનગર બોટાદના સાંસદ નિમુબેન બાંભણિયાએ તુરંત જ કલેકટર આર.કે. મહેતા, એસપી ડો. હર્ષદ પટેલ, ડીડીઓ એચ.જે. સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થળ પર પહોચવા સુચના આપી હતી તેમજ તાકિદે બચાવ કામગીરી માટે સમિક્ષા કરી જરૂર પડે ત્યાં મદદની તૈયારી દેખાડી હતી.
આ ઉપરાંત જે સ્થળે આ બનાવ બન્યો છે ત્યાં બેઠું નાળુ હોવાથી ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનો બોધપાઠ લઈ કોઝ-વેના સ્થાને ઉચો પુલ બનાવવાનું આયોજન કરવા મંત્રી નિમુબેન બાંભણિયાએ કલેકટરને ટેલિફોનિક સુચના આપી અને જરૂર પડ્યે ગ્રાંટ ફાળવવા પણ ખાતરી આપી હતી.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2059425)
आगंतुक पटल : 101