માનવ સંસાધન વિકાસ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં ગાંધી જયંતી  અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે સફાઈ અભિયાન, ભજન, પ્રશ્નોત્તરી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                01 OCT 2024 4:14PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાલયના સ્કાઉટ અને ગાઇડ દ્વારા શાળાના રમતના મેદાનની સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. શ્રીમતી અમિતા મકવાણાના અધ્યક્ષ પદે આ અભિયાનનું આયોજન થયું છે. વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન, સ્વાશ્રય, શિસ્ત, પરોપકાર અને દેશપ્રેમની ભાવનાઓ કેળવાય એવા ઉદ્દેશ્ય સાથે આજ રોજ આ અભિયાન ચલાવ્યું હતું.

આ સાથે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં વૈષ્ણવ જન ભજન, પ્રાસંગિક વકતવ્ય, સર્વધર્મ પ્રાર્થના સહિત વિવિધ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રચાર્ય શ્રી સચિન કુમાર સિંહ રાઠોડે પ્રેરણાદાયક ઉદ્દબોધન કર્યું, જેમાં તેમણે બન્ને મહાપુરુષોની વિચારો અને ઉચ્ચ આદર્શો અંગે નિવેદન કર્યું તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આવા કાર્યક્રમો બાળકોને ઊંચા આદર્શો તરફ પ્રવૃત્ત કરાવવા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે મહત્વપૂર્ણ હોવાનો ઉલ્લેખ કર્યો. 

આ પ્રસંગે બન્ને મહાન વ્યક્તિત્વો વિશે વિશેષ પ્રશ્નોતરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 અને 10ના 150 વિદ્યાર્થીઓ, 20 શિક્ષકો અને 3 સહકર્મચારીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો.

AP/GP/JD
                
                
                
                
                
                (Release ID: 2060682)
                Visitor Counter : 72