માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

IIS ગ્રુપ 'A' ઓફિસર તાલીમ બેચ 2022-23 ના તાલીમી અધિકારીઓએ ભારત દર્શન યોજનાના ભાગરૂપે પીઆઈબી-અમદાવાદની મુલાકાત લીધી

प्रविष्टि तिथि: 21 OCT 2024 5:50PM by PIB Ahmedabad

IIS ગ્રુપ 'A' ઓફિસર તાલીમ બેચ 2022-23ના તાલીમી અધિકારીઓ તેમના અખિલ ભારતીય અભ્યાસ પ્રવાસ (ભારત દર્શન)ના ભાગરૂપે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં આજે તેઓએ પીઆઈબી-અમદાવાદ તેમજ સીબીસી કાર્યાલયની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તાલીમી અધિકારીઓને પીઆઈબી તથા સીબીસીની કામગીરી વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

ભારત દર્શન દરમ્યાન અધિકારી તાલીમાર્થીઓ દેશની વિવિધતા વિશે જાણવા અને લોકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની સમજ મેળવવા માટે ભારતભરમાં પ્રવાસ કરે છે.

આ ઉપરાંત IIS ગ્રુપ 'A' ઓફિસર તાલીમ બેચ 2022-23ના તાલીમી અધિકારીઓએ ગુજરાતમાં અમદાવાદની મુલાકાત દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ, અડાલજની વાવ સહિતના ઐતિહાસિક સ્થળો-સ્મારકોની મુલાકાત લીધી હતી.

મહાત્મા ગાંધીજીની જીવનીને જાણવા તાલીમાર્થી અધિકારીઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ચરખો કાંત્યો હતો.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2066754) आगंतुक पटल : 116