પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઝાંસીની મેડિકલ કોલેજમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ PMNRF તરફથી આર્થિક સહાય રકમની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
16 NOV 2024 8:23AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"હૃદયદ્રાવક! ઉત્તર પ્રદેશમાં ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હૃદયને હચમચાવી નાખે તેવી છે. આમાં જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને આ અપાર દુઃખમાં સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે: PM @narendramodi.
શ્રી મોદીએ ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરે છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:
“PM @narendramodiએ ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં આગની દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારજનો માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2073802)
आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam