પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
પોસ્ટેડ ઓન:
21 NOV 2024 5:39AM by PIB Ahmedabad
કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિલ્વેની બર્ટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની કુશળ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર-"ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર" એનાયત કર્યો હતો. ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી. રુઝવેલ્ટ સ્કેરીટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ઇરફાન અલી, બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી, ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડીકોન મિશેલ, સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ જે. પિયર, અને એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન પણ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના લોકોને અને ભારત અને ડોમિનિકા વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનશે.
આ એવોર્ડ સમારોહ આજે, 20 નવેમ્બર 2024ના રોજ, ગુયાનાના જ્યોર્જટાઉનમાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટના અવસર પર આયોજિત કરાયો હતો.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2075315)
મુલાકાતી સંખ્યા : 161
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam