પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી શશિકાંત રુઈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
26 NOV 2024 9:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ જગતની વિરાટ વ્યક્તિ શ્રી શશિકાંત રુઈયા જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ માપદંડો સ્થાપિત કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“શ્રી શશિકાંત રુઈયા જી ઉદ્યોગ જગતમાં એક મહાન વ્યક્તિ હતા. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના વ્યવસાયોના લેન્ડસ્કેપને બદલી નાખ્યું. તેમણે નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ બેન્ચમાર્ક પણ સેટ કર્યા. તેઓ હંમેશા વિચારોથી ભરેલા હતા, હંમેશા ચર્ચા કરતા હતા કે આપણે આપણા દેશને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ છીએ.
શશિજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2077239)
મુલાકાતી સંખ્યા : 129
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam