નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સીબીડીટીએ એવા કરદાતાને જેમને કલમ 92ઈમાં સંદર્ભિત રિપોર્ટ, આવકવેરા વર્ષ 2024-25 માટે પ્રસ્તુત કરવાની જરૂર છે, તેમના માટે આવકવેરા રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ લંબાવી

प्रविष्टि तिथि: 01 DEC 2024 8:25PM by PIB Ahmedabad

આવકવેરા કાયદો, 1961 (અધિનિયમ)ની કલમ 138 (1) અંતર્ગત આવકવેરા રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ, એવા કરદાતાને જેમને કલમ 92ઈમાં સંદર્ભિત રિપોર્ટ કર નિર્ધારણ વર્ષના નવેમ્બપનો 30મો દિવસ એટલે કે કર નિર્ધારણ વર્ષ 2024-25 માટે 30.11.2024 છે, તેમના માટે લંબાવી છે.

કલમ 139ની પેટાકલમ (1)ના સ્પષ્ટીકરણ 2ના ખંડ (એએ) અંતર્ગત આવતા કરદાતાઓ માટે મૂળભૂત રીતે 20 નવેમ્બર, 2024 નિર્ધારિત કરાયેલી છેલ્લી તારીખને હવે સીબીડીટી પરિપત્ર નં. 18/એફ.નં. 225/205/2024/આઈટીએ-II તારીખ 30.11.2024 દ્વારા વધારીને 15 ડિસેમ્બર, 2024 કરી દેવામાં આવી છે. આ પરિપત્રને અધિકૃત વેબસાઈટઃ www.incometaxindia.gov.in પર જોઈ શકાય છે.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2079592) आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi