મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

કેબિનેટે નાગરિક/સંરક્ષણ ક્ષેત્ર હેઠળ 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો પૈકી ગુજરાતમાં પણ 3 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) ખોલવા મંજૂરી આપી

प्रविष्टि तिथि: 06 DEC 2024 9:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં નાગરિક/સંરક્ષણ ક્ષેત્ર અંતર્ગત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો (કેવી)ને ખોલવાની મંજૂરી આપી દીધી છે, જેમાં ગુજરાતમાં પણ 3 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવા માટે મંજૂરી અપાઈ છે. ગુજરાતમાં કેબિનેટે જે 3 જિલ્લામાં નવા કેન્દ્રીય વિદ્યાલયોની મંજૂરી આપી છે, તેમાં અમરેલી જિલ્લો, અમદાવાદ જિલ્લો અને વેરાવળ જિલ્લો સામેલ છે.

ભારત સરકારે નવેમ્બર, 1962માં કેન્દ્રીય વિદ્યાલયોની યોજનાને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ ટ્રાન્સફરેબલ કેન્દ્ર સરકાર/સંરક્ષણ કર્મચારીઓનાં બાળકો માટે સમગ્ર દેશમાં એકસમાન ધોરણની શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરવાનો છે.

ગુજરાતમાં મંજૂર થયેલા નવા કેન્દ્રીય વિદ્યાલયોની યાદી

રાજ્ય

ક્રમ

જિલ્લા

ગુજરાત

01

ચક્કરગઢ, જિલ્લો અમરેલી

ગુજરાત

02

ઓગણજ, જિલ્લો અમદાવાદ

ગુજરાત

03

વેરાવળ, જિલ્લો ગીર-સોમનાથ

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2081776) आगंतुक पटल : 178