પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને યાદ કર્યા

Posted On: 11 DEC 2024 10:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, શ્રી મોદીએ તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.

પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ અનન્ય જાહેર વ્યક્તિત્વ ધરાવતા હતા- એક રાજનેતા સમાન, એક અદ્ભુત વહીવટકર્તા અને જ્ઞાનનો ભંડાર. ભારતના વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ તમામ ક્ષેત્રોમાં સર્વસંમતિ બનાવવાની હથોટી ધરાવતા હતા. તેમને અનન્ય ક્ષમતાઓના આશીર્વાદ મળ્યા હતા અને આ તેમના શાસનના બહોળા અનુભવ અને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતા વિશેની તેમની ઊંડી સમજણને કારણે છે."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2083035)