શ્રમ અને રોજગાર મંત્રાલય
ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાનાં હસ્તે રૂ.149.83 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત
રાજ્યનાં પ્રથમ ગ્રેઈન એટીએમ અને સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી
Posted On:
15 DEC 2024 4:17PM by PIB Ahmedabad
ભાવનગર મહાનગરપાલિકા શહેરના લોકોની જનસુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોનું ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખ માંડવિયા તેમજ નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

તેમણે કેન્દ્રીયમંત્રી સર. ટી.હોસ્પિટલમાં તાજેતરમાં કાર્યરત થયેલી સુપર સ્પેશ્યાલીટી તેમજ ભાવનગર ખાતેના રાજ્યના પ્રથમ ગ્રેઇન એટીએમની મુલાકાત પણ લીધી હતી.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના સરદારનગર ખાતેના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોના ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમૂબેન બાંભણીયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા એ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં થયેલા રૂ. 150 કરોડનાં કામનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોથી શહેરની સુંદરતા અને લોકોની સુખાકારીમાં વધારો થશે. સમયની સાથે બદલાવ એ પ્રગતિની જનની હોય છે. ડબલ એન્જીનની સરકારમાં રાજ્યનો ભરપૂર વિકાસ થઈ રહ્યો છે. બે માધ્યમથી વિકાસના દ્વાર ખોલી શકાય જેમાં સમુદ્ર તટ પર બંદરનો વિકાસ અને કોસ્ટલ હાઇવેના નિર્માણથી કનેક્ટિવિટી વધશે અને ઔદ્યોગિક વસાહતો પણ વધશે.

જ્યારે આ અવસરે રાજ્યમંત્રી નિમુબેનને કહ્યું હતું કે, મનસુખભાઇ જ્યારે રોડ, શિપિંગ અને આરોગ્યમંત્રી હતા ત્યારે ભાવનગરને વિકાસના કામોની અનેક ભેટ મળેલી છે. જેમાં નવા ધોરી માર્ગો, સાગરમાલા પ્રોજેકટ હેઠળ ભાવનગર સોમનાથ ફોર લેન હાઇવે, અલંગ ડેવલપમેન્ટ તેમજ રો રો ફેરી સર્વિસ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સહિતના ઉદ્યોગો અહીં વિકસ્યા છે.
સમગ્ર રાજ્યના 1600 કિમી લાંબા દરિયાકિનારા પર 25 વર્ષમાં 49 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર તૈયાર થયા છે. રાજ્યના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે. ત્યારે ભાવનગરમાં આગામી સમયમાં એશિયાનો સૌથી મોટો સીએનજી ટર્મિનલ તૈયાર થઈ રહ્યો છે. જે આવનારા સમયમાં ભાવનગરના વિકાસમાં વધારો કરશે. સાથે ભાવનગર હવે કન્ટેનર હબ બની રહ્યું છે. દેશમાં વર્ષે 3 લાખ કરતા વધુ કન્ટેનરની જરૂર પડે છે. જેમાં ચીન દુનિયાના 95 ટકા કન્ટેનરનું ઉત્પાદન કરતું હોય ત્યારે હવે મેઈડ ઇન ઇન્ડિયા અને મેઈડ ઇન ભાવનગરના કન્ટેનર બની રહ્યા છે. 10000 કન્ટેનર બની ચુક્યા છે, નવા 3000 કન્ટેનરનો ઓર્ડર આવી ચુક્યો છે અને બીજી કન્ટેનર બનાવતી કંપની પણ હવે ભાવનગરમાં આવી રહી છે. ઉપરાંત ધોલેરા સર અને ભાવનગર વચ્ચે પણ અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાય તેવી સંભાવના રહેલી છે.
તેમણે ખાસ કહ્યું કે હું ભલે પોરબંદરથી ચૂંટણી લડ્યો જે એક વ્યવસ્થાનો ભાગ છે. પરંતુ ભાવનગર મારુ વતન છે અને વિકાસમાં સંપૂર્ણ રીતે સાથે મળીને વિકાસ કરીશું. ભાવનગરની કાયાકલ્પ કરીશું.

ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને નિમુબેન સર.ટી.હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ અને ભાવનગર ખાતે રાજ્યનાં પ્રથમ ગ્રેઈન એટીએમની મુલાકાત લીધી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2084601)
Visitor Counter : 149