પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો
નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચે વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી
નેતાઓએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ અને ઉન્નત બનાવવાની રીતો પર ચર્ચા કરી
Posted On:
18 DEC 2024 6:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો.
બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારી પર ભાર મૂક્યો હતો જે લોકશાહી અને કાયદાના શાસનમાં સહિયારા મૂલ્યો અને વિશ્વાસ પર આધારિત છે.
તેઓએ પાણી, કૃષિ, આરોગ્યના ક્ષેત્રોમાં હાલના સહકારને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી. બંને દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા અને વેપાર, સંરક્ષણ, સુરક્ષા, નવીનતા, ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક પરિમાણ પ્રદાન કરવા સંમત થયા હતા. બંનેએ શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં લોકો વચ્ચેના સંબંધો અને આદાન-પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને શાંતિ, સુરક્ષા સહયોગ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
AP/IJ/GP/JD
(Release ID: 2085822)
Visitor Counter : 108
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam