સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન
प्रविष्टि तिथि:
19 DEC 2024 1:38PM by PIB Ahmedabad
ભારત સરકારના પોસ્ટ વિભાગના આર. એમ. એસ. ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ ને જાણ કરવામાં આવે છે કે ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલત નું આયોજન તા. 27/12/2024ના રોજ 12.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ' ડીવીઝન ની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે કરવામાં આવેલ છે.
તો આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે તા. 20/12/2024 સુધીમાં શ્રીમતી પી. બી. શાહ આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, આર.એમ.એસ ઓફીસ, શાહિબાગ, અમદાવાદ-380004ને મળી જાય તે રીતે મોકલી આપવી.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2085961)
आगंतुक पटल : 86