સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પોરબંદરમાં ICGના ALH MK-III હેલિકોપ્ટરને અકસ્માત

प्रविष्टि तिथि: 05 JAN 2025 5:54PM by PIB Ahmedabad

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું ALH MK-III હેલિકોપ્ટર 05 જાન્યુઆરી, 2025ના રોજ લગભગ 12.15 કલાકે ગુજરાતના પોરબંદર એરપોર્ટના રનવે પર ક્રેશ થયું હતું. ICG હેલિકોપ્ટરમાં બે પાઇલોટ અને એક એર ક્રૂ ડાઇવર હતા. હેલિકોપ્ટર તેની નિયમિત તાલીમ ઉડાન પર હતું.

ઘટના બાદ તરત જ ક્રૂ સભ્યોને બહાર કાઢીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તપાસ બોર્ડ દ્વારા ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ક્રૂ મેમ્બર્સ એટલે કે કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ.કે. યાદવ અને મનોજ પ્રધાન નાવિકના નશ્વર દેહનાં સેવા પરંપરાઓ અને સન્માન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2090359) आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil