ગૃહ મંત્રાલય
સીબીઆઈ કોર્ટે છેતરપિંડીવાળા વીમા દાવાઓના કેસમાં 2 આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 17.2 લાખનો દંડ ફટકાર્યો
प्रविष्टि तिथि:
17 JAN 2025 11:23AM by PIB Ahmedabad
CBI કેસોના વિશેષ ન્યાયાધીશે અમદાવાદની કોર્ટ નં. 7માં છેતરપિંડીવાળા વીમા દાવાના મામલે 2 વ્યક્તિઓને અર્થાત SRJ એસોસિએટ્સ મેસર્સ માર્ક્સ કેમિકલ અને મેસર્સ SRJ એસોસિએટ્સના ભાગીદારના પાર્ટનર હસન અબુ સોની અને અને સર્વેયર/લોસ મૂલ્યાનંકાર સંજય રમેશ ચિત્રેને કુલ રૂ. 17.2 લાખના દંડની સાથે પાંચ વર્ષની સખત કેદ (આરઆઈ)ની સજા ફટકારવામાં આવી છે.
સીબીઆઈએ 30-01-2003ના રોજ ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL), ડિવિઝનલ ઓફિસ, નવસારીના તત્કાલીન સિનિયર ડિવિઝનલ મેનેજર, ઉપરોક્ત દોષિત વ્યક્તિઓ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી તત્કાલીન સિનિયર ડિવિઝનલ મેનેજરે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને ખાનગી વ્યક્તિઓ/આરોપીઓ સાથે મળીને બનાવટી દસ્તાવેજોના આધારે વીમા દાવા મંજૂર કર્યા હતા, જેના કારણે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડને બે પોલિસીમાં રૂ. 4,41,145 અને રૂ. 4,94,712નું નુકસાન થયું હતું.
તપાસ પૂર્ણ થયા પછી સીબીઆઈએ દોષિત આરોપીઓ સહિત અન્ય લોકો સામે 24.06.2005ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.
ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષના 38 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને આરોપી વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, છેતરપિંડીના હેતુથી બનાવટી બનાવવા અને વીમા દાવા મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરવાના કેસમાં આરોપીઓ સામેના આરોપોના સમર્થનમાં 255 દસ્તાવેજો/પ્રદર્શનો પર આધાર રાખવામાં આવ્યો હતો.
ટ્રાયલ પછી કોર્ટે ઉપરોક્ત આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને સજા ફટકારી છે. આરોપી તત્કાલીન જાહેર સેવક સામેના આરોપો રદ કરવામાં આવ્યા હતા કારણ કે તેનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2093656)
आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English