ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે – નાબાર્ડે મંજૂર કર્યા ₹2006 કરોડ

Posted On: 17 JAN 2025 6:13PM by PIB Ahmedabad

નર્મદા નદીનું પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાના અંતરાળના ગામડાના ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર  ડેમથી દૂરના ગામડાના રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે માટે ₹2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે.

કચ્છ જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો છે અને તેના મોટાભાગના ભાગોમાં અત્યાર સુધી સિંચાઈના પાણીની અછત રહી છે. ટપ્પર ડેમથી જિલ્લાના વિવિધ ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ લોકો લાભાન્વિત થશે અને 1.57 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. વર્ષ 2023-24માં અમલમાં મૂકાયેલા પ્રથમ તબક્કામાં નાબાર્ડે ₹3235 કરોડનું ઋણ મંજૂર કર્યું હતું. હવે બીજા તબક્કા હેઠળ ₹2006 કરોડનું ઋણ મંજૂર કરવામાં આવ્યું છે. રિયાયતી દરે અપાતું ઋણ ગ્રામિણ આધારભૂત રચના વિકાસ નિધિ (આરઆઈડીએફ) હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે.

બીજા તબક્કામાં પાઈપલાઈન માકણપર ગામ સ્થિત મુખ્ય સ્ટેશનથી નારા રિઝર્વોઇર સુધી (ઉત્તરી લિંક કેનાલ) અને ટપ્પર સ્થિત મુખ્ય પંપિંગ સ્ટેશનથી સાંધરો રિઝર્વોઇર સુધી (દક્ષિણ લિંક કેનાલ) નાખવામાં આવી રહી છે. ઉત્તર અને દક્ષિણ લિંક કેનાલો દ્વારા પાણીની ઉપલબ્ધતા થી, કચ્છના દૂરના ગામડાઓના ખેડૂતો એક થી વધારે પાકોનું વાવેતર કરી શકશે.

ગ્રામીણ આધારભૂત રચના વિકાસ નિધિ (આરઆઈડીએફ) ભારત સરકાર દ્વારા નાબાર્ડમાં સ્થાપિત ફંડ, જે ગ્રામિણ વિસ્તારની પાયાની સુવિધાઓ માટે સહાય પૂરી પાડે છે. 1995-96માં સ્થાપિત ફંડ દ્વારા નાબાર્ડે ગુજરાત સરકારને અત્યાર સુધી 63,477 પ્રોજેક્ટ માટે ₹45,957 કરોડનું ઋણ સહાય મંજૂર કર્યું છે. તેમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના (સૌની), સૂર્યશક્તિ ખેડૂત યોજના, ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ અને કચ્છ શાખા કેનાલ યોજના મુખ્ય છે.

AP/IJ/GP/JD


(Release ID: 2093829) Visitor Counter : 113