કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET), જાન્યુઆરી, 2025 સત્રનું પરિણામ

Posted On: 20 JAN 2025 7:11PM by PIB Ahmedabad

11 જાન્યુઆરી, 2025 અને 13 જાન્યુઆરી, 2025ના રોજ લેવાયેલી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું પરિણામ આજે, સોમવાર, 20 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 02:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.

પરિણામ સંસ્થાની વેબસાઇટ - www.icsi.edu પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ઉમેદવારો તેમના ઇ-રિઝલ્ટ-કમ-માર્ક્સ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે.

CSEET જાન્યુઆરી, 2025 માં, 72.58% ઉમેદવારો સફળ જાહેર થયા છે.

CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ માટેની આગામી પરીક્ષા 03 મે, 2025 (શનિવાર) ના રોજ લેવામાં આવશે અને ઉપરોક્ત CSEET માં બેસવા ઇચ્છુક ઉમેદવારો 15 એપ્રિલ, 2025 સુધી નોંધણી કરાવી શકે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2094597)