પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા
નેતાઓએ પારસ્પરિક લાભદાયક અને વિશ્વસનીય ભાગીદારી માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી
તેઓએ ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઊર્જા અને સંરક્ષણમાં સહકારને મજબૂત કરવા માટેનાં પગલાંની ચર્ચા કરી
પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું
નેતાઓએ વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું
બંને નેતાઓ ટૂંક સમયમાં મળવા સંમત થયા હતા
प्रविष्टि तिथि:
27 JAN 2025 10:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સાથે વાત કરી હતી અને તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકેના તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
બંને નેતાઓએ પારસ્પરિક લાભદાયક અને વિશ્વસનીય ભાગીદારી માટે તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે વિસ્તૃત દ્વિપક્ષીય વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ પાસાંઓ અને તેને આગળ વધારવા માટેનાં પગલાંની ચર્ચા કરી હતી, જેમાં ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઊર્જા અને સંરક્ષણનાં ક્ષેત્રો સામેલ છે.
બંને નેતાઓએ પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું તથા વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા અને વહેલી તકે પરસ્પર અનુકૂળ તારીખે મળવા સંમત થયા હતા.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2096894)
आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam