પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
29 JAN 2025 12:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને દુર્ઘટનામાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ સાથે હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.”
AP/IJ/GP/JT
(रिलीज़ आईडी: 2097241)
आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam