પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર ઈસરોને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 29 JAN 2025 6:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ને ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન આપ્યા, તેને એક અવિશ્વસનીય સીમાચિહ્ન ગણાવ્યું જે આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના વિઝન, સમર્પણ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ભારતની અવકાશ યાત્રામાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્ર અવકાશ સંશોધનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર @isro ને અભિનંદન!

આ અવિશ્વસનીય સીમાચિહ્ન આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના વિઝન, સમર્પણ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ખાનગી ક્ષેત્રના સહયોગથી, ભારતની અવકાશ યાત્રા નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતી રહેશે.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2097495) आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Khasi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam