પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો: પ્રધાનમંત્રી
સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છે: પ્રધાનમંત્રી
Posted On:
05 FEB 2025 12:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:
“પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયો હતો.
મા ગંગા બધાને શાંતિ, જ્ઞાન, સારું સ્વાસ્થ્ય અને સંવાદિતાના આશીર્વાદ આપે.”
“પ્રયાગરાજ મહાકુંભમાં આજે પવિત્ર સંગમમાં સ્નાન કર્યાં પછી મને પૂજા-અર્ચનાનું પરમ સૌભાગ્ય મળ્યું છે. મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરીને મનને અપાર શાંતિ અને સંતોષ મળ્યો છે. તેમની સમક્ષ તમામ દેશવાસીઓની સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. હર-હર ગંગે!”
“પ્રયાગરાજના દિવ્ય-ભવ્ય મહાકુંભમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ દરેકને અભિભૂત કરી રહ્યો છે. પવિત્ર કુંભમાં સ્નાન કરતી વખતેની કેટલીક તસવીરો...”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2099959)
Visitor Counter : 103
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam