સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત એક આર્થિક મહાસત્તા અને વિશ્વના ભવિષ્યનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે: સ્કોટ ફૉલ્કનર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના ટોચના નેતાઓમાંના એક છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે: ભૂતપૂર્વ યુએસ હાઉસ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સ્કોટ ફૉલ્કનર

Posted On: 27 FEB 2025 6:08PM by PIB Ahmedabad

અમેરિકાના ભૂતપૂર્વ મુખ્ય વહીવટી અધિકારી સ્કોટ ફૉલ્કનરે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત એક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે અને વિશ્વના ભવિષ્યને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ 21મી સદીના વિકાસમાં મોખરે છે, જે તેના લોકોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ટેકનોલોજી અને શાસનને એકીકૃત રીતે સંકલિત કરે છે. શ્રી ફૉલ્કનર એક મીડિયા કોન્ક્લેવમાં હાજરી આપવા માટે એક સપ્તાહની ભારત મુલાકાતે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SJJM.jpg

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા શ્રી ફૉલ્કનરે તેમને વિશ્વના ટોચના નેતાઓમાંના એક અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યા. પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લીધા પછી તેમણે વિશ્વભરમાં આવા વધુ સંગ્રહાલયોની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ સંગ્રહાલય એક પ્રેરણા છે અને તેને વ્યાપકપણે શેર કરવું જોઈએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MEEB.jpg

શ્રી ફૉલ્કનરે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને નવનિર્મિત સંસદની મુલાકાત લીધી. તેમની મુલાકાત પછી, તેમણે વૈશ્વિક મંચ પર ભારતની પ્રગતિ અને નેતૃત્વની પ્રશંસા કરી હતી. અગાઉ તેમણે રીગન અભિયાન માટે ડાયરેક્ટ ઓફ પર્સનલ તરીકે સેવા આપી હતી અને પ્રેસિડેન્સિયલ ટ્રાંઝિશન અને વ્હાઇટ હાઉસ સ્ટાફનો ભાગ રહ્યાં હતા. તેમણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન, જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન અને પીસ કોર્પ્સમાં એક્ઝિક્યુટિવ હોદ્દા સંભાળ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003N4PU.jpg

શ્રી ફૉલ્કનરે અમેરિકન યુનિવર્સિટીમાંથી જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી અને લોરેન્સ યુનિવર્સિટીમાંથી સરકારમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો અને હાલમાં તેઓ શેફર્ડ યુનિવર્સિટીના જ્યોર્જ વોશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવિંગ એથિક્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0047IMT.jpg

નવા સંસદ ભવનની મુલાકાત લીધા પછી શ્રી ફૉલ્કનરે કહ્યું કે તેઓ આ ઇમારતની અત્યાધુનિક સ્થાપત્ય અને તકનીકી નવીનતાઓથી ખૂબ પ્રભાવિત થયા છે. તેમણે ખાસ કરીને બહુવિધ ભાષાઓના કાર્યક્ષમ સંચાલન એક સાથે અનુવાદ સુવિધાઓ અને સંપૂર્ણ સ્વચાલિત દસ્તાવેજીકરણ પ્રણાલી વિશે વાત કરી, અને કહ્યું કે વિશ્વ આમાંથી શીખી શકે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2106878)