પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
11 MAR 2025 3:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેમ્પલમુસિસના સર શિવસાગર રામગુલામ બોટેનિક ગાર્ડન ખાતે સર શિવસાગર રામગુલામ અને અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસની પ્રગતિ અને ભારત-મોરેશિયસ સંબંધો માટે મજબૂત પાયો બનાવવામાં બંને નેતાઓના કાયમી વારસાને યાદ કર્યો.
પુષ્પાંજલિ અર્પણ સમારોહ પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે ઐતિહાસિક બગીચામાં "એક પેડ મા કે નામ" પહેલ હેઠળ એક વૃક્ષ વાવ્યું.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2110251)
आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam