પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બિરદાવી

प्रविष्टि तिथि: 16 MAR 2025 1:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 જીતવા બદલ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બિરદાવી. સેન્ટ્રલ બેંકિંગ, લંડન, યુકે દ્વારા RBI ને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવી છે, જે તેની ઇન-હાઉસ ડેવલપર ટીમ દ્વારા વિકસાવવામાં આવેલી તેની નવીન ડિજિટલ પહેલ - પ્રવાહ અને સારથી - ને માન્યતા આપે છે.

આ સિદ્ધિની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"એક પ્રશંસનીય સિદ્ધિ, જે શાસનમાં નવીનતા અને કાર્યક્ષમતા તરફ ભાર મૂકે છે.

ડિજિટલ નવીનતા ભારતના નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે, આમ તે અસંખ્ય જીવનને સશક્ત બનાવે છે."

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2111603) आगंतुक पटल : 134
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Telugu , Kannada , Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Tamil