ગૃહ મંત્રાલય
72મી ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપના બીજા દિવસે ડાઈવિંગ ઈવેન્ટ્સ યોજાઈ
SVP સ્વિમિંગ પુલ ખાતે ડાઈવિંગ ઈવેન્ટમાં 26 પુરૂષ અને 9 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો
Posted On:
25 MAR 2025 7:26PM by PIB Ahmedabad
ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ખાતે 72મી ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપના આજે બીજા દિવસે અમદાવાદના નવરંગપુરા સ્થિત SVP સ્ટેડિયમ સ્વિમિંગ પુલ ખાતે ડાઇવિંગ ઇવેન્ટ્સ યોજાઈ હતી. જેમાં કુલ 26 પુરુષ અને 9 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં 1-મીટર, 3-મીટર અને 10-મીટર ડાઇવિંગ સહિતની શ્રેણીઓમાં રાખવામાં આવી હતી.

OVAS.jpeg)
દિવસ 1 અને દિવસ 2ની મુખ્ય હાઇલાઇટ્સ:
• પુરુષોની 4x200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે
• મહિલાઓની 100 મીટર બટરફ્લાય
• પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઇલ
• મહિલાઓની 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક
• પુરુષોની 100 મીટર બટરફ્લાય
• પુરુષોની વોટર પોલો
• પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઇલ
• મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ
• પુરુષોની 200 મીટર મેડલી
• મહિલાઓની 200 મીટર મેડલી
• પુરુષોની 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક
• મહિલાઓની 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક
• પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ
• મિશ્ર, 4 x 50 મીટર ફ્રીસ્ટાઇલ
• ડાઇવિંગ ઇવેન્ટ્સ

આ ચેમ્પિયનશિપમાં કુલ 27 ટીમોમાં 704થી વધુ પોલીસ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તા. 24 માર્ચથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપ વધુ રોમાંચક સ્પર્ધાઓ સાથે ચાલુ રહેશે, જે સહભાગીઓ તરફથી કૌશલ્ય અને સહનશક્તિના રોમાંચક પ્રદર્શનનું વચન આપે છે. આ ચેમ્પિયનશિપે દેશભરના પોલીસ કર્મચારીઓને તેમની રમતવીરતા, ટીમવર્ક અને શારીરિક તંદુરસ્તી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે એકત્ર કર્યા છે.
AP/IJ/GP/JD
(Release ID: 2115012)