ગૃહ મંત્રાલય
72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ એન્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ તેના ચોથા અને અંતિમ તબક્કામાં પ્રવેશી
સમાપન સમારોહમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે
ચેમ્પિયનશિપના ચોથા દિવસે આનંદકારક એક્વાટિક્સ ઈવેન્ટ્સની શ્રેણીઓ જોવા મળી
Posted On:
27 MAR 2025 9:06PM by PIB Ahmedabad
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગાંધીનગર ખાતે 72મી ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપ ચોથા દિવસમાં અને અંતિમ તબક્કામાં પહોંચી છે. 24 માર્ચ, 2025ના રોજ શરૂ થયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધાએ દેશભરમાંથી પોલીસ કર્મચારીઓને એકઠા કર્યા છે અને તેમને પોતાની એથ્લેટિક કુશળતા, ટીમ વર્ક, શિસ્ત અને શારીરિક તંદુરસ્તી પ્રત્યેના દ્રઢ સમર્પણને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે.

એક્વેટિક સ્પર્ધાઓમાં બહુપ્રતિક્ષિત ડાઇવિંગ ઈવેન્ટ્સ ઉપરાંત આજના રોમાંચક સ્વિમિંગ ઈવેન્ટમાં 54 પુરુષ અને 36 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત અમદાવાદના નવરંગપુરામાં આવેલા એસવીપી સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં તેમજ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ) ખાતે યોજાયેલી 1 મીટર સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગ ઈવેન્ટમાં 15 પુરુષ અને 7 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ચોથા દિવસની મુખ્ય હાઈલાઈટ્સ
ચેમ્પિયનશિપના ચોથા દિવસે અનેક પ્રકારની આનંદદાયક એક્વેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતવીરોએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતુંઃ
• પુરુષોની 800 મીટર ફ્રિસ્ટાઈલ
• પુરુષોનો 200 મીટરનો બેકસ્ટ્રોક
• મહિલાઓનો 200 મીટરનો બેકસ્ટ્રોક
• પુરુષોનું 50 મીટર બટરફ્લાય
• મહિલાઓનું 50 મીટર બટરફ્લાય
• મહિલાઓની 100 મીટર ફ્રી સ્ટાઇલ
• પુરુષોની 4x100 મી ફ્રીસ્ટાઇલ
• પુરુષોનું 1 મીટર સ્પ્રીંગ બોર્ડ ડાઇવિંગ
• મહિલાઓનું 1 મીટર સ્પ્રીંગ બોર્ડ ડાઇવિંગ
આ ચેમ્પિયનશિપ પોલીસ કર્મચારીઓમાં સ્થિતિસ્થાપકતા, ચપળતા અને અસાધારણ ખેલદિલીનો પુરાવો છે. જે વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા અને એથ્લેટિક સિદ્ધિ બંને પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

ચેમ્પિયનશિપના ચોથા દિવસે, ત્રણ રોમાંચક વોટર પોલો મેચીસ યોજાઇ હતી. જેમાં ટીમોએ અસાધારણ સંકલન, વ્યૂહાત્મક રમત અને અવિરત નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. આ તીવ્ર સ્પર્ધાઓએ ફરી એક વખત સહભાગીઓની સ્થિતિસ્થાપકતા, સહનશીલતા અને સ્પર્ધાત્મક ભાવનાને ઉજાગર કરી હતી. જેમ જેમ ચેમ્પિયનશિપ તેના ગ્રાન્ડ ફિનાલેની નજીક આવી રહી છે, તેમ તેમ ખેલાડીઓનો જુસ્સો અને સમર્પણ અવિરત રહે છે, જે સેવા અને રમતગમત બંનેમાં ભારતના પોલીસ દળોની ખંત અને અજેય ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2115968)
Visitor Counter : 53