પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેલ્જિયમના મહામહિમ રાજા ફિલિપ સાથે વાત કરી
प्रविष्टि तिथि:
27 MAR 2025 8:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેલ્જિયમના મહામહિમ રાજા ફિલિપ સાથે વાત કરી. શ્રી મોદીએ તાજેતરમાં HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં ભારત આવેલા બેલ્જિયમના આર્થિક મિશનની પ્રશંસા કરી. બંને નેતાઓએ મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા, વેપાર અને રોકાણને વેગ આપવા અને નવીનતા અને ટકાઉપણામાં સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
"બેલ્જિયમના મહામહિમ રાજા ફિલિપ સાથે વાત કરવાનો આનંદ થયો. તાજેતરમાં HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં ભારતમાં આવેલા બેલ્જિયમના આર્થિક મિશનની પ્રશંસા કરી. અમે અમારા મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા, વેપાર અને રોકાણને વેગ આપવા અને નવીનતા અને ટકાઉપણામાં સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી.
@MonarchieBe"
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2115973)
आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam