પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રી મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
04 APR 2025 8:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રી મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અભિનેતાને ભારતીય સિનેમાના આઇકોન તરીકે બિરદાવ્યા હતા, ખાસ કરીને તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતા તેમના દેશભક્તિના ઉત્સાહ માટે તેમને યાદ કરવામાં આવે છે.
તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રી મનોજ કુમારજીના નિધનથી મને ઘણું દુઃખ થયું છે. તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા, જેમને તેમના દેશભક્તિના ઉત્સાહ માટે ખાસ યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં પણ પ્રતિબિંબિત થતું હતું. મનોજજીના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રજ્વલિત કરી છે અને તે પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2118604)
आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam