પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
14 APR 2025 8:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે બાબાસાહેબના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે શક્તિ અને ગતિ પ્રદાન કરશે.
એક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"તમામ દેશવાસીઓ વતી ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતી પર કોટિ-કોટિ વંદન કરું છું. આ તેમની જ પ્રેરણા છે કે દેશ આજે સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત ભાવથી કાર્યરત છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપશે."
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2121520)
आगंतुक पटल : 81
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam