કાપડ મંત્રાલય
“સ્પેશિયલ હેન્ડલૂમ એક્સ્પો” - ભારતના હાથવણાટ ઉત્પાદનોની ઉજવણી
નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નોઈડા ખાતે "સ્પેશિયલ હેન્ડલૂમ એક્સ્પો" શરૂ કરવામાં આવ્યો
આ કાર્યક્રમમાં 13 રાજ્યોના હેન્ડલૂમ વણકરો એકત્ર થયા છે
#MyHandloomMyPride, #MyProductMyPride
Posted On:
17 APR 2025 11:49AM by PIB Ahmedabad
ભારત સરકારના કાપડ મંત્રાલયના નેજા હેઠળ રાષ્ટ્રીય હાથવણાટ વિકાસ નિગમ દ્વારા નોઈડા સ્થિત તેમની કોર્પોરેટ ઓફિસ ખાતે "સ્પેશિયલ હેન્ડલૂમ એક્સ્પો" શરૂ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં 13 રાજ્યોના હાથવણાટ વણકરોને એકસાથે લાવવામાં આવ્યા છે અને તેનો ઉદ્દેશ્ય હાથવણાટ, વણાટની સદીઓ જૂની પરંપરા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને વણકરોને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચવા માટે એક વધારાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે; સાડી, ડ્રેસ મટિરિયલ, સ્ટોલ, દુપટ્ટા વગેરેની શ્રેષ્ઠ જાતો પ્રદર્શિત કરતા હાથવણાટ ઉત્પાદનોના 25 સ્ટોલ.
"સ્પેશિયલ હેન્ડલૂમ એક્સ્પો, માય હેન્ડલૂમ માય પ્રાઇડ" પ્રદર્શન 24 એપ્રિલ 2025 સુધી સવારે 11:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2122373)