સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

18 મી એપ્રિલ 2025ના રોજ, વિશ્વ ધરોહર દિવસ પર એએસઆઈ સ્મારકો પર પ્રવેશ નિઃશુલ્ક

Posted On: 17 APR 2025 4:44PM by PIB Ahmedabad

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)એ એ જાહેરાત કરતાં આનંદ વ્યક્ત કર્યો છે કે, 18 એપ્રિલનાં રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવતા 'આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસ'નાં પ્રસંગે સમગ્ર ભારતમાં એએસઆઈ સ્મારકોની મુલાકાત લેવા પર કોઈ ફી લેવામાં આવશે નહીં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001I7SJ.jpg

આ પહેલનો હેતુ મુલાકાતીઓને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની શોધખોળ માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેના સંરક્ષણ હેઠળ 3,698 સ્મારકો અને સ્થળો સાથે, એએસઆઈ દેશના ઐતિહાસિક વારસા અને સ્થાપત્યની અજાયબીઓ સાથે ફરીથી જોડાવાની આ તક આપી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZQU8.jpg

'ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ'ની આ વર્ષની થીમ 'આપત્તિ અને સંઘર્ષોથી ભય હેઠળનો વારસો.' છે, જ્યાં કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ, ધમકીઓ અથવા સંઘર્ષોથી હેરિટેજ સ્થળોની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003D36I.jpg

પ્રવેશ ફી માફ કરીને, એએસઆઈ આપણા નિર્મિત વારસાના સંરક્ષણ અને વ્યવસ્થાપનના મહત્વ વિશે વધુ જાહેર જોડાણને પ્રોત્સાહન આપવાની આશા રાખે છે અને નાગરિકો આપણા વારસાને જાળવવામાં કેવી રીતે સક્રિય ભૂમિકા ભજવી શકે છે.

છેવટે, આપણા બંધારણમાં જણાવેલી મૂળભૂત ફરજો અનુસાર, આ અમૂલ્ય હેરિટેજ સાઇટ્સનું રક્ષણ કરવું અને તેમનું રક્ષણ કરવા માટે આપણાથી બનતું બધું કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે.

AP/IJ/GP/JD


(Release ID: 2122510)