WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

વેવ્સ 2025 એનિમેશન ફિલ્મ કોમ્પિટિશન ફાઇનલ્સમાં બે ઓડિયા ટેલેન્ટ્સ ચમકશે


જાજપુરથી ભાગ્યશ્રી સતપથી અને ભુવનેશ્વરથી રિશવ મોહંતી તેમની રચનાત્મક પ્રતિભા દર્શાવશે

 Posted On: 26 APR 2025 8:19PM |   Location: PIB Ahmedabad

વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ 2025) 1 થી 4 મે દરમિયાન મુંબઇમાં યોજાશે, જે ભારતની ઉભરતી સર્જનાત્મક પ્રતિભાઓ માટે પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ તરીકે કામ કરશે. વેવ્સ અંતર્ગત યોજાનારી એનિમેશન ફિલ્મ સર્જક સ્પર્ધા માટે દેશભરમાંથી પસંદ કરાયેલા 42 ફાઇનલિસ્ટમાં ઓડિશાની બે યુવા પ્રતિભાઓ જાજપુરની ભાગ્યશ્રી સતથી અને ભુવનેશ્વરનાં રિશવ મોહંતીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

જાજપુરના ધર્મશાલાની 22 વર્ષીય ફિલ્મ નિર્માતા અને એનિમેશન આર્ટિસ્ટ ભાગ્યશ્રી સતથી હાલ અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માં પોતાનો અભ્યાસ કરી રહી છે. ભારતીય પૌરાણિક કથાઓ અને પ્રાદેશિક લોકવાયકાઓથી પ્રેરિત, ભાગ્યશ્રીનું કાર્ય સમકાલીન વિષયો અને બોલ્ડ વિઝ્યુઅલ લેંગ્વેજ સાથે પરંપરાગત વર્ણનોની પુનઃકલ્પના કરે છે. તેનો ફાઇનલિસ્ટ પ્રોજેક્ટ, "પાસા" એ એક કન્સેપ્ટ સિરીઝ છે જે પૌરાણિક કથાઓને મનોવૈજ્ઞાનિક નાટક સાથે મિશ્રિત કરે છે, મેનીપ્યુલેશન, જેન્ડર અને નિયંત્રણની શોધ કરે છે. ભાગ્યશ્રી અગાઉ હેપ્પી બર્થ ડે તારા જેવી નોંધપાત્ર કૃતિઓ અને  ઓડિશાના ચિલિકા તળાવની મા કાલિજાઇ પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું  દિગ્દર્શન કરી ચૂકી છે.

 

તેની સાથે એન.આઈ.ડી. અમદાવાદના સાથી વિદ્યાર્થી, ભુવનેશ્વરના રિશવ મોહંતી છે, જેણે "ખટ્ટી" નામની એનિમેશન ડોક્યુમેન્ટરી ફિલ્મથી ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. તેમનું કાર્ય વાર્તા કહેવા અને દ્રશ્ય વર્ણનની ઊંડી સમજણને પ્રતિબિંબિત કરે છે, જે અધિકૃત અને આકર્ષક દસ્તાવેજીકરણના માધ્યમ તરીકે એનિમેશનની સંભવિતતાને પ્રકાશિત કરે છે.

વેવ્સ 2025માં, ફાઇનલિસ્ટ્સ આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશો અને વૈશ્વિક મનોરંજન ઉદ્યોગની ટોચની હસ્તીઓની આદરણીય પેનલ સમક્ષ તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરશે. આ સ્પર્ધા નોંધપાત્ર તક પૂરી પાડે છે: ટોચના ત્રણ વિજેતાઓને પ્રત્યેકને રૂ. 5 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે. તદુપરાંત, આ ઇવેન્ટ ભારતના એનિમેશન અને વીએફએક્સ ઉદ્યોગની પ્રચૂર આર્થિક સંભવિતતાને રેખાંકિત કરે છે, જ્યાં એક જ એનિમેટેડ ફીચર ફિલ્મ 100 થી 300 વ્યાવસાયિકો માટે રોજગારીનું સર્જન કરી શકે છે.

વેવ્સ 2025 માત્ર ભારતની સર્જનાત્મક પ્રતિભાઓની ઉજવણી કરવા જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહિત કરવા અને એનિમેશન અને મનોરંજન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય પણ ધરાવે છે.

પોતાની અનોખી વાર્તા કહેવાની શૈલી અને નવીન વિભાવનાઓ સાથે ભાગ્યશ્રી સતથી અને રિશવ મોહંતી ઓડિશાને રાષ્ટ્રીય મંચ પર ગૌરવ અપાવવા માટે સજ્જ છે.

AP/IJ/GP/JD


Release ID: (Release ID: 2124664)   |   Visitor Counter: 52