પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

AMCના 40 લાખ વૃક્ષો અભિયાન હેઠળ ‘બીજથી છોડ’ કાર્યશાળા શરૂ થઇ

પોસ્ટેડ ઓન: 01 MAY 2025 4:09PM by PIB Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મુખ્ય અભિયાન 40 લાખ વૃક્ષો પહેલના ભાગ રૂપે, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) એ તેના AmdaVadmA પ્રોજેક્ટ હેઠળ, અમદાવાદની શાળાઓમાં શહેરવ્યાપી બીજ સંગ્રહ ડ્રાઇવ અને બીજથી છોડ કાર્યશાળા(વર્કશોપ) શરૂ કરી છે.

જેમાં આજે પ્રથમ સત્ર મહારાજા અગ્રસેન વિદ્યાલય ખાતે યોજાયું હતું. જેણે આ મોટા પાયે આયોજિત કાર્યક્રમ માટે એક જીવંત વાતાવરણ બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 240 વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.  જેમાંથી દરેક પોતાના ઘરેથી બીજ લાવ્યા હતા. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના બીજનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને દરેક પ્રજાતિની લાક્ષણિકતાઓ અને પર્યાવરણીય જરૂરિયાતોને અનુરૂપ વ્યવહારુ વાવણીની તકનીકો શીખી હતી.

આ વર્કશોપમાં માત્ર વ્યવહારુ તાલીમ જ નહીં, પરંતુ યુવા મનમાં પર્યાવરણીય ચેતનાને પોષવાનો પણ ઉદ્દેશ્ય હતો. પ્રતિજ્ઞા સમારોહનું આયોજન એ આ સત્રની એક ખાસ વાત હતી. જેમાં વિદ્યાર્થીઓએ આગામી ચોમાસા દરમિયાન ઓછામાં ઓછું એક બીજ રોપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી - જે હરિયાળું, વધુ ટકાઉ અમદાવાદ બનાવવામાં તેમની વ્યક્તિગત ભૂમિકાનું પ્રતીક છે.

સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) શાળાઓ અને અન્ય સંસ્થાઓને આગળ આવવા અને આવી વધુ કાર્યશાળા અને જાગૃતિ પ્રવૃત્તિઓ યોજવા પ્રોત્સાહિત કરે છે. આ પ્રયાસો પર્યાવરણીય જવાબદારીને પ્રોત્સાહન આપવામાં અને શહેરી હરિયાળા આવરણ વધારવાના વ્યાપક ધ્યેય સાથે સમુદાયના કાર્યોને સંરેખિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પહેલ નાગરિકો, ખાસ કરીને યુવાનોને, એએમસીના 40 લાખ વૃક્ષો વાવવાના વિઝનને સમર્થન આપવા માટેનું એક પગલું છે. જે એક સ્વસ્થ અને વધુ આબોહવા-સ્થિતિસ્થાપક શહેર સુનિશ્ચિત કરે છે.


(રીલીઝ આઈડી: 2125773) મુલાકાતી સંખ્યા : 92
આ રીલીઝ વાંચો: English