રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Posted On: 11 MAY 2025 6:04PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યા પર પોતાના સંદેશમાં કહ્યું છે કે: -

"બુદ્ધ પૂર્ણિમાના શુભ પ્રસંગે, હું વિશ્વભરના તમામ નાગરિકો અને ભગવાન બુદ્ધના અનુયાયીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

કરુણાના મૂર્ત સ્વરૂપ ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા અહિંસા, પ્રેમ અને દયાનો અમર સંદેશ માનવજાતના કલ્યાણ માટેનો મૂળભૂત મંત્ર છે. તેમના આદર્શો સમાનતા, સંવાદિતા અને સામાજિક ન્યાયના શાશ્વત મૂલ્યોમાં આપણી શ્રદ્ધાને મજબૂત બનાવે છે. તેમના ઉપદેશો આપણને નૈતિકતા પર આધારિત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.

ચાલો આપણે ભગવાન બુદ્ધના આદર્શોને આપણા જીવનમાં અપનાવીએ અને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને વિકસિત ભારતનું નિર્માણ કરવામાં યોગદાન આપીએ".

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

AP/JY/GP/JD


(Release ID: 2128159) Visitor Counter : 2