પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ CBSE ધોરણ XII અને Xની પરીક્ષા પાસ કરનારા દરેકને અભિનંદન આપ્યા
એક પરીક્ષા ક્યારેય તમને વ્યાખ્યાયિત કરી શકતી નથી. તમારી યાત્રા ઘણી મોટી હોય છે અને તમારી શક્તિઓ માર્કશીટથી વિશેષ છે: પીએમ
Posted On:
13 MAY 2025 2:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે CBSE ધોરણ XII અને Xની પરીક્ષા પાસ કરનારા દરેકને અભિનંદન આપ્યા. "આ તમારા દૃઢ નિશ્ચય, શિસ્ત અને સખત મહેનતનું પરિણામ છે. આજનો દિવસ માતાપિતા, શિક્ષકો અને આ સિદ્ધિમાં ફાળો આપનારા અન્ય તમામ લોકો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સ્વીકારવાનો પણ છે", શ્રી મોદીએ ઉમેર્યું.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું, "જેઓ તેમના સ્કોર્સથી સહેજ નિરાશા અનુભવે છે, હું તેમને કહેવા માંગુ છું: એક પરીક્ષા ક્યારેય તમને વ્યાખ્યાયિત કરી શકતી નથી. તમારી યાત્રા ઘણી મોટી છે અને તમારી શક્તિઓ માર્કશીટથી વિશેષ છે. આત્મવિશ્વાસ રાખો, જિજ્ઞાસા રાખો કારણ કે મહાન બાબતો તમારી રાહ જોઈ રહી છે".
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;
પ્રિય #ExamWariors,
CBSE ધોરણ XII અને Xની પરીક્ષા પાસ કરનારા દરેકને હાર્દિક અભિનંદન! આ તમારા દૃઢ નિશ્ચય, શિસ્ત અને સખત મહેનતનું પરિણામ છે. આજનો દિવસ માતા-પિતા, શિક્ષકો અને આ સિદ્ધિમાં યોગદાન આપનારા અન્ય તમામ લોકોની ભૂમિકાને સ્વીકારવાનો પણ છે.
એક્ઝામ વોરિયર્સને ભવિષ્યમાં રહેલી બધી તકોમાં મોટી સફળતા મળે તેવી શુભેચ્છાઓ!
જેઓ તેમના સ્કોર્સથી સહેજ નિરાશા અનુભવે છે, તેમને હું કહેવા માંગુ છું: એક પરીક્ષા ક્યારેય તમને વ્યાખ્યાયિત કરી શકતી નથી. તમારી સફર ઘણી મોટી છે અને તમારી શક્તિઓ માર્કશીટથી વિશેષ છે. આત્મવિશ્વાસ રાખો, જિજ્ઞાસા રાખો કારણ કે મહાન બાબતો તમારી રાહ જોઈ રહી છે. #ExamWarriors
AP/IJ/GP/JD
(Release ID: 2128381)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam