ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે નોઈડા અને બેંગલુરુમાં ભારતના પ્રથમ 3nm ચિપ ડિઝાઇન કેન્દ્રોનું અનાવરણ કર્યું


3nm ચિપ ડિઝાઇન ભારતના સેમિકન્ડક્ટર ઇનોવેશનમાં એક નવી સીમા ચિહ્નિત કરે છે: કેન્દ્રીય મંત્રી વૈષ્ણવ

ભારતની ચિપ ડિઝાઇન ક્ષમતાઓને શક્તિ આપવા માટે ઉત્તર પ્રદેશમાં મુખ્ય સેમિકન્ડક્ટર ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 13 MAY 2025 7:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી, રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે નોઇડા અને બેંગલુરુમાં સ્થિત રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની બે નવી અત્યાધુનિક ડિઝાઇન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી સુવિધાની વિશિષ્ટતા પર પ્રકાશ પાડતા, શ્રી વૈષ્ણવે માહિતી આપી કે આ ભારતનું પ્રથમ ડિઝાઇન સેન્ટર છે જે અત્યાધુનિક 3 નેનોમીટર ચિપ ડિઝાઇન પર કામ કરે છે, જે એક સીમાચિહ્નરૂપ છે. જે ભારતને સેમિકન્ડક્ટર નવીનતાના વૈશ્વિક લીગમાં મજબૂત રીતે સ્થાન આપે છે. "3nm પર ડિઝાઇનિંગ ખરેખર આગામી પેઢી છે. અમે અગાઉ 7nm અને 5nm કર્યું છે, પરંતુ આ એક નવી સીમા દર્શાવે છે," તેમણે કહ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010ZJ3.jpg

મંત્રીએ ભારતની સર્વાંગી સેમિકન્ડક્ટર વ્યૂહરચના વિશે પણ વિગતવાર જણાવ્યું જેમાં ડિઝાઇન, ફેબ્રિકેશન, ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ), સાધનો, રસાયણો અને ગેસ સપ્લાય ચેઇનનો સમાવેશ થાય છે. તેમણે દાવોસ જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર જોવા મળેલા ઉદ્યોગ વિશ્વાસનો ઉલ્લેખ કર્યો અને એપ્લાઇડ મટિરિયલ્સ અને લેમ રિસર્ચ જેવી કંપનીઓ દ્વારા પહેલાથી જ કરવામાં આવી રહેલા નોંધપાત્ર રોકાણોનો ઉલ્લેખ કર્યો હતો. ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં વધતી ગતિ પર પ્રકાશ પાડતા, મંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આ મુખ્ય સેમિકન્ડક્ટર ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન એ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ સમૃદ્ધ પ્રતિભાનો ઉપયોગ કરતી ઇકોસિસ્ટમ વિકસાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TWZ1.jpg

સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે, ભારત સરકાર ભારતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન કેન્દ્રોના વિકાસને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. મંત્રીએ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓમાં વ્યવહારુ હાર્ડવેર કૌશલ્ય વધારવાના હેતુથી એક નવી સેમિકન્ડક્ટર લર્નિંગ કીટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ પહેલાથી જ અદ્યતન EDA (ઇલેક્ટ્રોનિક, ડિઝાઇન, ઓટોમેશન) સોફ્ટવેર ટૂલ્સ પ્રાપ્ત કરી ચૂકેલી 270+ શૈક્ષણિક સંસ્થાઓને પણ આ હેન્ડ્સ-ઓન હાર્ડવેર કીટ પ્રાપ્ત થશે. "સોફ્ટવેર અને હાર્ડવેર લર્નિંગનું આ એકીકરણ ખરેખર ઉદ્યોગ-તૈયાર ઇજનેરો બનાવશે. અમે ફક્ત માળખાગત સુવિધાનું નિર્માણ કરી રહ્યા નથી. પરંતુ લાંબા ગાળાના પ્રતિભા વિકાસમાં રોકાણ કરી રહ્યા છીએ," તેમણે કહ્યું હતું. શ્રી વૈષ્ણવે CDAC અને ISM ટીમની તેમના કાર્યક્ષમ અમલીકરણ માટે પ્રશંસા કરી અને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર લીડર બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Q5MD.jpg

શ્રી વૈષ્ણવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો તેમના વ્યાપક આત્મનિર્ભર ભારત વિઝન હેઠળ સેમિકન્ડક્ટર્સને વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે સમાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. "માત્ર ત્રણ વર્ષમાં, ભારતનો સેમિકન્ડક્ટર ઉદ્યોગ પ્રારંભિક તબક્કામાંથી ઉભરતા વૈશ્વિક કેન્દ્ર તરફ આગળ વધી ગયો છે અને હવે લાંબા ગાળાના, ટકાઉ વિકાસ માટે તૈયાર છે," તેમણે એમ પણ ઉમેર્યું હતું કે "સ્માર્ટ ફોન, લેપટોપ, સર્વર, તબીબી સાધનો, સંરક્ષણ સાધનો, ઓટોમોબાઇલ્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ઉત્પાદન સાથે, સેમિકન્ડક્ટર્સની માંગ ઝડપથી વધવાની છે. તેથી, સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે આ ગતિ સમયસર છે,"

આ પ્રસંગે રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને એમડી શ્રી હિદેતોશી શિબાતાએ જણાવ્યું હતું કે ભારત અમારી કંપની માટે વ્યૂહાત્મક આધારસ્તંભ છે. જેમાં એમ્બેડેડ સિસ્ટમ્સ, સોફ્ટવેર અને સિસ્ટમ ઇનોવેશનમાં યોગદાન વધી રહ્યું છે. તેમણે ભારતમાં આર્કિટેક્ચરથી લઈને પરીક્ષણ સુધી એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર ક્ષમતાઓનો વિસ્તાર કરવાની રેનેસાસની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. જ્યારે ISM અને PLI જેવી સરકાર સમર્થિત પહેલ દ્વારા 250 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને અસંખ્ય સ્ટાર્ટઅપ્સને ટેકો આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ભારતની પ્રતિભા શક્તિ અને સહિયારા ભારત-જાપાન વ્યૂહાત્મક હિતો વૈશ્વિક સેમિકન્ડક્ટર જીવનચક્રને ફરીથી શોધવામાં મદદ કરશે.

રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ વિશે

રેનેસાસ એક એમ્બેડેડ સેમિકન્ડક્ટર સોલ્યુશન પ્રદાતા છે. જે તેના જીવનને વધુ સરળ બનાવવા'ના હેતુ દ્વારા સંચાલિત છે. અજોડ ગુણવત્તા અને સિસ્ટમ-સ્તરની જાણકારી સાથે એમ્બેડેડ પ્રોસેસિંગમાં ઉદ્યોગના અગ્રણી નિષ્ણાત તરીકે, અમે હાઇ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ, એમ્બેડેડ પ્રોસેસિંગ, એનાલોગ અને કનેક્ટિવિટી અને પાવર સહિત વ્યાપક ઉત્પાદન પોર્ટફોલિયોના આધારે ઓટોમોટિવ, ઔદ્યોગિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને IoT ઉદ્યોગો માટે સ્કેલેબલ અને વ્યાપક સેમિકન્ડક્ટર સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે વિકસિત થયા છીએ. રેનેસાસ, એક વિશિષ્ટ ઉત્પાદન ડિઝાઇનર, નોઇડા, બેંગલુરુ અને હૈદરાબાદમાં સુવિધાઓ સાથે ડિઝાઇન સેન્ટર સ્થાપિત કરી રહી છે.

AP/IJ/GP/JD


(Release ID: 2128520)