ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ઉત્તર પ્રદેશમાં સેમિકન્ડક્ટર યુનિટને કેબિનેટે મંજૂરી આપી
સેમિકન્ડક્ટર મિશન: સતત ગતિ
Posted On:
14 MAY 2025 3:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી.
પહેલાથી જ પાંચ સેમિકન્ડક્ટર યુનિટ બાંધકામના અદ્યતન તબક્કામાં છે. આ છઠ્ઠા યુનિટ સાથે, ભારત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવાની તેની સફરમાં આગળ વધે છે.
આજે મંજૂર કરાયેલા યુનિટ HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે. HCLનો હાર્ડવેર વિકસાવવા અને ઉત્પાદન કરવાનો લાંબો ઇતિહાસ છે. ફોક્સકોન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી છે. તેઓ સાથે મળીને યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા YEIDAમાં જેવર એરપોર્ટ નજીક એક પ્લાન્ટ સ્થાપશે.
આ પ્લાન્ટ મોબાઇલ ફોન, લેપટોપ, ઓટોમોબાઇલ્સ, પીસી અને ડિસ્પ્લે ધરાવતા અસંખ્ય અન્ય ઉપકરણો માટે ડિસ્પ્લે ડ્રાઇવર ચિપ્સનું ઉત્પાદન કરશે.
આ પ્લાન્ટ દર મહિને 20,000 વેફર્સ(wafers) માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ડિઝાઇન આઉટપુટ ક્ષમતા દર મહિને 36 મિલિયન યુનિટ છે.
સેમિકન્ડક્ટર ઉદ્યોગ હવે દેશભરમાં આકાર લઈ રહ્યો છે. દેશભરના ઘણા રાજ્યોમાં વિશ્વ કક્ષાની ડિઝાઇન સુવિધાઓ ઉભી થઈ છે. રાજ્ય સરકારો ડિઝાઇન કંપનીઓને જોરશોરથી આગળ ધપાવી રહી છે.
270 શૈક્ષણિક સંસ્થાઓ અને 70 સ્ટાર્ટઅપ્સના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો નવા ઉત્પાદનો વિકસાવવા માટે વિશ્વ કક્ષાની નવીનતમ ડિઝાઇન તકનીકો પર કામ કરી રહ્યા છે. આ શૈક્ષણિક વિદ્યાર્થીઓના દ્વારા વિકસિત 20 ઉત્પાદનો SCL મોહાલી દ્વારા ટેપ કરવામાં આવ્યા છે.
આજે મંજૂર કરાયેલ નવું સેમિકન્ડક્ટર યુનિટ 3,700 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કરશે.
જેમ જેમ દેશ સેમિકન્ડક્ટર સફરમાં આગળ વધી રહ્યો છે, તેમ તેમ ઇકો સિસ્ટમ ભાગીદારોએ પણ ભારતમાં તેમની સુવિધાઓ સ્થાપિત કરી છે. એપ્લાઇડ મટિરિયલ્સ અને લેમ રિસર્ચ બે સૌથી મોટા ઉપકરણ ઉત્પાદકો છે. બંને હવે ભારતમાં હાજરી ધરાવે છે. મર્ક, લિન્ડે, એર લિક્વિડ, આઇનોક્સ અને અન્ય ઘણા ગેસ અને કેમિકલ સપ્લાયર્સ આપણા સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે તૈયારી કરી રહ્યા છે.
ભારતમાં લેપટોપ, મોબાઇલ ફોન, સર્વર, તબીબી ઉપકરણ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ ઉપકરણો અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના ઝડપી વિકાસ સાથે સેમિકન્ડક્ટરની માંગમાં વધારો થતાં, આ નવું એકમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ સાકાર કરશે.
AP/IJ/GP/JD
(Release ID: 2128652)