સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 16 MAY 2025 7:07PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્યાલય ક્ષેત્ર, સ્પીડપોસ્ટ ભવન, શાહીબાહ, અમદાવાદ-380004ની કચેરી ખાતે તા. 6.6.2025ના રોજ 11.00 કલાકે ડાકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

અમદાવાદ મુખ્યાલય ક્ષેત્રને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી આર એન ગાંધી, સહાયક નિદેશક ડાક સેવા (1), ફરિયાદ વિભાગ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્યાલય ક્ષેત્ર, સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને તા. 2.6.2025 (સોમવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં.


(Release ID: 2129166)