સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

KVICના 18 મેના રોજ મશીનો-ટૂલકિટ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે

Posted On: 16 MAY 2025 7:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના માનનીય સાંસદ શ્રી અમિત શાહ 18 મે, 2025ના રોજ રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)  સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા અમદાવાદના નારણપુરા સ્થિત AMC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં, કેવીઆઈસી સાથે સંકળાયેલા 1135 લાભાર્થીઓને 1067 મશીનો અને ટૂલકીટ્સનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે, પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ સ્થાપિત નવા એકમોનું પણ ઓનલાઇન માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવશે. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેવીઆઈસીના માનનીય અધ્યક્ષ શ્રી મનોજ કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર, જેઓ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંથી સહભાગીઓ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્ય કાર્યાલય, અમદાવાદ દ્વારા તમામ 1135 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે અને તેમને તાલીમ આપવામાં આવી છે.

શ્રી કુમારે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કેવીઆઈસી ગ્રામીણ ભારતના અર્થતંત્રમાં એક નવી શક્તિ બની ગયું છે. ભારતીય કારીગરોને તાલીમ તેમજ અદ્યતન સાધનો આપીને 'વિકસિત ભારત અભિયાન' સાથે જોડવામાં આવી રહ્યા છે.

આ જ ક્રમમાં, રવિવારે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા આ વિતરણ કાર્યક્રમમાં, 540 કુંભારોને વિધુતચાલીત ચાક, 200 લાભાર્થીઓને સિલાઈ મશીનો અને 100 કારીગરોને લેધર ટૂલકિટ, 30 લાભાર્થીઓને એસી રિપેરિંગ ટૂલકીટ અને 30 કારીગરોને પ્લમ્બર ટૂલકિટ, 40 કારીગરોને ચામડાના ઉત્પાદન મશીન, 40 કારીગરોને 08 ડોના ઉત્પાદન મશીન, 40 કારીગરોને અગરબત્તી ઓટોમેશન મશીન, 40 કારીગરોને 04 સેટ કાચી ઘની તેલ ઉત્પાદન મશીનની સાથે ખાદી વિકાસ યોજના હેઠળ 50 નવા મોડલ ચરખા (એનએમસી) અને 65 બારડોલી ચરખાનું વિતરણ કરવામાં આવશે.


(Release ID: 2129187)