વિદ્યુત મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર બ્રાઝિલમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે
ભારત પાવર સેક્ટરમાં છેલ્લા દાયકામાંની તેની સિદ્ધિઓ પ્રદર્શિત કરશે
Posted On:
17 MAY 2025 1:51PM by PIB Ahmedabad
માનનીય કેન્દ્રીય ઉર્જા અને ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ 19 મેના રોજ યોજાનારી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે બ્રાઝિલની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે.
"સમાવેશક અને ટકાઉ વૈશ્વિક શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહયોગનું સશક્તિકરણ" થીમ હેઠળ માનનીય મંત્રી બ્રિક્સ રાષ્ટ્રોના ઊર્જા મંત્રીઓ સાથે ઊર્જા સુરક્ષા, સુલભતા, પોષણક્ષમતા અને ટકાઉપણું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ બેઠકમાં ભારત છેલ્લા દાયકામાંની તેની સિદ્ધિઓ પ્રદર્શિત કરશે, જેમાં વીજળી ક્ષમતામાં 90% વધારો, નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ, ગ્રીન હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ, તેમજ ઊર્જા ક્ષેત્રમાં નવીનતાઓ અને ટકાઉ વિકાસનો સમાવેશ થાય છે. દેશ ઊર્જાની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા અને ઊર્જા સંક્રમણને વેગ આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ કરશે.
આ મુલાકાત એક મજબૂત, ભવિષ્યલક્ષી અને ટકાઉ ઊર્જા ક્ષેત્રના નિર્માણમાં બ્રિક્સ રાષ્ટ્રો સાથે સક્રિય રીતે સહયોગ કરવાના ભારતના નિર્ધાર પર ભાર મૂકે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2129370)