પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 78માં સત્રને સંબોધન કર્યું
આ વર્ષે વિશ્વ આરોગ્ય સભાની થીમ 'આરોગ્ય માટે એક વિશ્વ' છે, તે વૈશ્વિક આરોગ્ય માટેના ભારતના દ્રષ્ટિકોણ સાથે બંધ બેસે છે: પ્રધાનમંત્રી
સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશ, સંકલિત દ્રષ્ટિ અને સહયોગ પર આધારિત છે: પીએમ
વિશ્વનું આરોગ્ય આપણે સૌથી સંવેદનશીલ લોકોની કેટલી સારી રીતે કાળજી રાખીએ છીએ તેના પર નિર્ભર છે: પીએમ
ગ્લોબલ સાઉથ ખાસ કરીને આરોગ્ય પડકારોથી પ્રભાવિત છે, ભારતનો અભિગમ અનુકરણીય, સ્કેલેબલ અને ટકાઉ મોડેલ પ્રદાન કરે છે: પીએમ
જૂનમાં, 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે, આ વર્ષે, થીમ 'એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ' છે: પીએમ
સ્વસ્થ ગ્રહનું નિર્માણ કરતી વખતે, ચાલો ખાતરી કરીએ કે કોઈ પાછળ ન રહે: પીએમ
Posted On:
20 MAY 2025 4:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 78માં સત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું. સભાને સંબોધતા, તેમણે આ વર્ષની થીમ, 'આરોગ્ય માટે એક વિશ્વ' પર પ્રકાશ પાડતા, બધા ઉપસ્થિતોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ભાર મૂક્યો કે, તે વૈશ્વિક આરોગ્ય માટેના ભારતના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે. તેમણે 2023ની વિશ્વ આરોગ્ય સભામાં પોતાના સંબોધનને યાદ કર્યું હતું, જ્યાં તેમણે 'એક પૃથ્વી, એક આરોગ્ય' વિશે વાત કરી હતી. તેમણે ટિપ્પણી કરી કે સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશ, સંકલિત દ્રષ્ટિ અને સહયોગ પર આધારિત છે.
ભારતના આરોગ્ય સુધારાઓના મૂળમાં સમાવેશ છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત પર પ્રકાશ પાડ્યો હતો, જે 580 મિલિયન લોકોને આવરી લે છે અને મફત સારવાર પૂરી પાડે છે. આ કાર્યક્રમ તાજેતરમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ ભારતીયોને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવ્યો હતો. તેમણે ભારતમાં હજારો આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોના વ્યાપક નેટવર્કનો ઉલ્લેખ કર્યો જે કેન્સર, ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવા રોગોની પ્રારંભિક તપાસ અને શોધને સરળ બનાવે છે. તેમણે હજારો જાહેર ફાર્મસીઓની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો, જે નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડે છે. આરોગ્ય પરિણામો સુધારવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ ભારતની ડિજિટલ પહેલો પર ભાર મૂક્યો હતો. જેમ કે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોના રસીકરણને ટ્રેક કરતું ડિજિટલ પ્લેટફોર્મ અને અનન્ય ડિજિટલ આરોગ્ય ઓળખ પ્રણાલી, જે લાભો, વીમા, રેકોર્ડ અને માહિતીને એકીકૃત કરવામાં મદદ કરી રહી છે. તેમણે ટિપ્પણી કરી કે ટેલિમેડિસિન સાથે, કોઈ પણ વ્યક્તિ ડૉક્ટરથી ખૂબ દૂર નથી. તેમણે ભારતની મફત ટેલિમેડિસિન સેવા પર પ્રકાશ પાડ્યો, જેના કારણે 340 મિલિયનથી વધુ પરામર્શ શક્ય બન્યા છે. ભારતની આરોગ્ય પહેલની સકારાત્મક અસર પર પ્રતિબિંબ પાડતા, ભારતની આરોગ્ય પહેલોની સકારાત્મક અસર પર પ્રતિબિંબ પાડતા, તેમણે કુલ આરોગ્ય ખર્ચના ટકાવારી તરીકે ક્ષમતા બહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો નોંધ્યો છે. સાથે જ, તેમણે ભાર મૂક્યો કે સરકારી આરોગ્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ, તેમણે જણાવ્યું હતું કે સરકારી આરોગ્ય ખર્ચમાં ઘણો વધારો થયો છે.
"વિશ્વનું આરોગ્ય આપણે સૌથી વધુ સંવેદનશીલ લોકોની કેટલી સારી રીતે કાળજી રાખીએ છીએ તેના પર આધાર રાખે છે", પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, ગ્લોબલ સાઉથ ખાસ કરીને આરોગ્ય પડકારોથી પ્રભાવિત છે તે વાત પર ભાર મૂક્યો અને કહ્યું કે ભારતનો અભિગમ અનુકરણીય, માપી શકાય તેવા અને ટકાઉ મોડેલો પ્રદાન કરે છે. તેમણે ભારત પોતાના શિક્ષણ અને શ્રેષ્ઠ પ્રથાઓને વિશ્વ સાથે, ખાસ કરીને ગ્લોબલ સાઉથ સાથે શેર કરવાની તૈયારી વ્યક્ત કરી હતી. જૂનમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાહ જોતા, પ્રધાનમંત્રીએ વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે આ વર્ષની થીમ 'એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ' પર પ્રકાશ પાડ્યો અને યોગના જન્મસ્થળ તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂકતા, બધા દેશોને આમંત્રણ આપ્યું હતું.
શ્રી મોદીએ INB સંધિની સફળ વાટાઘાટો બદલ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને તમામ સભ્ય દેશોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેને વધુ વૈશ્વિક સહયોગ દ્વારા ભવિષ્યના રોગચાળા સામે લડવાની સહિયારી પ્રતિબદ્ધતા તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરતી વખતે સ્વસ્થ ગ્રહ બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પોતાના સંબોધનનું સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ વેદોની એક શાશ્વત પ્રાર્થનાનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે હજારો વર્ષ પહેલાં, ભારતના ઋષિમુનિઓએ એવી દુનિયા માટે પ્રાર્થના કરી હતી, જ્યાં બધા સ્વસ્થ, સુખી અને રોગમુક્ત હોય. તેમણે આશા વ્યક્ત કરી કે આ દ્રષ્ટિકોણ વિશ્વને એક કરશે.
AP/IJ/GP/JD
(Release ID: 2129921)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam