પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા
નેતાઓએ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી
તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી
નેતાઓએ આતંકવાદના તમામ સ્વરૂપો સામે લડવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
પીએમે ચાન્સેલર મેર્ઝને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
Posted On:
20 MAY 2025 7:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તેમને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા.
છેલ્લા 25 વર્ષોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉત્તમ પ્રગતિની નોંધ લેતા, બંને નેતાઓ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, અને નવીનતા અને ટેકનોલોજીના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નજીકથી કામ કરવા સંમત થયા હતા. બંને નેતાઓએ જર્મનીમાં ભારતીય ડાયસ્પોરાએ આપેલા સકારાત્મક યોગદાનની નોંધ લીધી હતી.
તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. નેતાઓએ આતંકવાદનો, તેના તમામ સ્વરૂપોમાં સામનો કરવા માટે પોતાની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ચાન્સેલર મેર્ઝને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
AP/IJ/GP/JD
(Release ID: 2130067)