રેલવે મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી અને કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના 18 સ્ટેશનોનું થયું લોકાર્પણ
Posted On:
22 MAY 2025 4:57PM by PIB Ahmedabad
પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને આવકાર્યા અને 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોનો ઓનલાઈન ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. તેમણે રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને અન્ય જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ દેશભરના તમામ આદરણીય મહાનુભાવો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ કહ્યું કે તેઓ કરણી માતાના આશીર્વાદ લીધા પછી કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ આશીર્વાદ વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરતા, તેમણે દેશના વિકાસને આગળ વધારવામાં તેમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તનશીલ પહેલો માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા.
રેલવે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ આજે 18 સ્ટેશનોનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં લિંબડી ખાતે આયોજીત લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગરના સિહોર જંક્શન સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા અને અન્ય સ્ટેશન પર રાજ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય 16 સ્ટેશનોમાં ઉત્રાણ, કોસંબા., કરમસદ, ડાકોર, દેરોલ, સામખીયાળી, હાપા, કાનાલુસ, જામવંથલી, મોરબી, મીઠાપુર, ઓખા, જામ જોધપુર, પાલિતાણા, રાજુલા અને મહુવાનો સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાં અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે પુન:વિકસિત સિહોર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ તકે કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે સિહોર જંકશનને રૂ. 6.5 કરોડ, મહુવા રેલવે સ્ટેશન રૂ. 8.5 કરોડ, પાલીતાણા રેલવે સ્ટેશનને રૂ. 4.12 કરોડના ખર્ચે પુન:વિકસિત કરવામાં આવ્યા છે. ભારતીય રેલવે દેશની વિકાસ યાત્રાનું એન્જિન હોય રેલવે સ્ટેશનના આધુનિકરણથી લોકસુવિધામાં વધારો થશે.
વધુમાં મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે રેલવેના વિકાસને પણ સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનોનો પુન:વિકાસ થવાથી ભારતીય રેલવે આધુનિક અને આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યા છે.
સિહોર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2130527)