ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

BPR&Dએ, NCRB અને સાયબરપીસ ફાઉન્ડેશનના સહયોગથી કાયદા અમલીકરણ માટે CCTV સોલ્યુશન્સ પર રાષ્ટ્રીય હેકાથોનનું આયોજન કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર સરકાર સાયબર-સુરક્ષિત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ

હેકાથોનનો ઉદ્દેશ્ય ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સ્વદેશી, સુરક્ષિત, સ્કેલેબલ અને ખર્ચ-અસરકારક CCTV સોલ્યુશન્સ વિકસાવવાનો અને નવીનતાઓ, સ્ટાર્ટ-અપ્સ અને સંશોધન સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો છે

BPR&D તેની ટેકનિકલ કુશળતા અને અનુભવ સાથે સાયબર-સુરક્ષિત ભારત બનાવવા માટે મોટી ભૂમિકા ભજવે છે

હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે જૂનના છેલ્લા અઠવાડિયામાં યોજાશે, જ્યાં ટોચની ત્રણ એન્ટ્રીઓને રોકડ ઇનામ આપવામાં આવશે

હેકાથોનમાંથી પ્રાપ્ત થયેલા વિજેતા ઉકેલો દેશમાં પોલીસિંગમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યકારી કાર્યક્ષમતા વધારવામાં પરિવર્તનશીલ ભૂમિકા ભજવશે

Posted On: 22 MAY 2025 7:29PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલયના પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યૂરો (BPR&D) દ્વારા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB) અને સાયબરપીસ ફાઉન્ડેશનના સહયોગથી કાયદા અમલીકરણ માટે CCTV સોલ્યુશન્સ પર રાષ્ટ્રીય હેકાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હેકાથોનનું આયોજન ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સ્વદેશી, સુરક્ષિત, સ્કેલેબલ અને ખર્ચ-અસરકારક CCTV સોલ્યુશન્સ વિકસાવવા માટે ઇનોવેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને સંશોધન સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર સરકાર સાયબર-સુરક્ષિત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. BPR&D તેની ટેકનિકલ કુશળતા અને અનુભવ સાથે સાયબર-સુરક્ષિત ભારતનું નિર્માણ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. BPR&Dનો ઉદ્દેશ્ય એવા સ્વદેશી ટેકનોલોજીકલ ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે. જે ફક્ત ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યકારી જરૂરિયાતોને પૂર્ણ કરવા જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીમાં પણ નોંધપાત્ર યોગદાન આપી શકે છે.

હેકાથોન 09 મે, 2025ના રોજ બીપીઆર એન્ડ ડીના ડિરેક્ટર જનરલ, એનસીઆરબીના ડિરેક્ટર, બીપીઆર એન્ડ ડીના એડિશનલ ડિરેક્ટર જનરલ અને બીપીઆર એન્ડ ડીના ઇન્સ્પેક્ટર જનરલ (આધુનિકીકરણ)ની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું.

સીસીટીવી નવીનતાના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ચાર સમસ્યા નિવેદનો બહાર પાડવામાં આવ્યા છે: સુરક્ષિત અને સ્વદેશી સીસીટીવી હાર્ડવેર અને સિસ્ટમ્સનો વિકાસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને સ્માર્ટ વિડિયો એનાલિટિક્સનું એકીકરણ, સીસીટીવી નેટવર્ક્સમાં સાયબર સુરક્ષાને મજબૂત બનાવવી, સસ્તું અને કાર્યક્ષમ સર્વેલન્સ સોલ્યુશન્સ ડિઝાઇન કરવા. આ પડકારોનો ઉદ્દેશ્ય સર્વેલન્સ ટેકનોલોજી, કાર્યક્ષમ દેખરેખ, સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ અને નિયમનકારી પાલનમાં પ્રગતિને વેગ આપવાનો છે, જે આખરે દેશભરમાં મજબૂત અને પ્રમાણિત CCTV પ્રોટોકોલના અમલીકરણ તરફ દોરી જશે.

હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે જૂન, 2025ના છેલ્લા અઠવાડિયામાં યોજાશે, જેમાં ટોચની ત્રણ એન્ટ્રીઓને રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત, અસાધારણ પ્રતિભા અને સર્જનાત્મકતા દર્શાવતી 5 પસંદ કરેલી એન્ટ્રીઓને આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે. ટોચના સ્થાન મેળવનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન મેળવનારને અનુક્રમે 3 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. NCRB ની મદદથી આયોજિત હેકાથોન માટે ટેકનિકલ સપોર્ટ સાયબરપીસ ફાઉન્ડેશન દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે. હેકાથોનમાંથી ઉદ્ભવતા વિજેતા ઉકેલો દેશમાં પોલીસિંગમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યકારી કાર્યક્ષમતા વધારવામાં પરિવર્તનશીલ ભૂમિકા ભજવશે, જેનાથી ભારત વધુ સુરક્ષિત બનશે.

AP/IJ/GP/JD


(Release ID: 2130634)