માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આતંકવાદ સામેની લડાઈમાં એકતા


સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની ફ્રાન્સની મુલાકાત [25-27 મે, 2025]

प्रविष्टि तिथि: 26 MAY 2025 5:45PM by PIB Ahmedabad

માનનીય સંસદસભ્ય શ્રી રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ભૂતપૂર્વ મંત્રીઓ, સંસદસભ્યો અને ભૂતપૂર્વ રાજદૂતનો સમાવેશ કરતું એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ 25-27 મે 2025 દરમિયાન આતંકવાદ સામે ભારતના સ્પષ્ટ વલણને વ્યક્ત કરવાના મિશન સાથે ફ્રાન્સની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળ આજે મોડી સાંજે પેરિસ પહોંચ્યું.

પ્રતિનિધિમંડળના સભ્યો:

1. શ્રી રવિશંકર પ્રસાદ

માનનીય સંસદસભ્ય (લોકસભા); ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી.

2. ડૉ. દગ્ગુબાતી પુરંદેશ્વરી

માનનીય સંસદસભ્ય (લોકસભા), ભૂતપૂર્વ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી

3. શ્રીમતી પ્રિયંકા ચતુર્વેદી

માનનીય સંસદ સભ્ય (રાજ્યસભા), સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સમિતિના સભ્ય

4. શ્રી ગુલામ અલી ખટાણા

માનનીય સંસદસભ્ય (રાજ્યસભા), ઉર્દૂ ભાષાના પ્રચાર પર રાષ્ટ્રીય પરિષદના સભ્ય

5. ડૉ.અમર સિંહ

માનનીય સંસદ સભ્ય (લોકસભા)

6. શ્રી સમિક ભટ્ટાચાર્ય

માનનીય સંસદ સભ્ય (રાજ્યસભા), ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય

7. ડૉ. એમ. થમ્બીદુરાઈ

માનનીય સંસદ સભ્ય (રાજ્યસભા), ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા, ન્યાય અને કંપની બાબતોના પ્રધાન

8. શ્રી એમ.જે. અકબર

માનનીય ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

9. રાજદૂત પંકજ સરન

ભારતના ભૂતપૂર્વ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, બાંગ્લાદેશ, રશિયામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત.

ફ્રાન્સમાં તેમના રોકાણ દરમિયાન, પ્રતિનિધિમંડળ સેનેટ અને નેશનલ એસેમ્બલીના સભ્યો, થિંક ટેન્ક, મીડિયા અને ભારતીય ડાયસ્પોરાના વિવિધ વર્ગો સાથે વાતચીત કરશે.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2131469) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam