પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી સુખદેવ સિંહ ધીંડસાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 28 MAY 2025 9:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી સુખદેવ સિંહ ધીંડસાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. "તેઓ મહાન બુદ્ધિમતા શાણપણ અને જાહેર સેવા પ્રત્યે અટલ પ્રતિબદ્ધતા ધરાવતા એક ઉત્કૃષ્ટ રાજનેતા હતા. તેમનો પંજાબ, તેના લોકો અને સંસ્કૃતિ સાથે હંમેશા પાયાના સ્તરે સંબંધ રહ્યો છે", શ્રી મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શ્રી સુખદેવ સિંહ ધીંડસાજીનું નિધન આપણા રાષ્ટ્ર માટે એક મોટું નુકસાન છે. તેઓ  મહાન બુદ્ધિમતા અને જાહેર સેવા પ્રત્યે અટલ પ્રતિબદ્ધતા ધરાવતા એક ઉત્કૃષ્ટ રાજનેતા હતા. તેમનો હંમેશા પંજાબ, તેના લોકો અને સંસ્કૃતિ સાથે પાયાના સ્તરે સંબંધ રહ્યો છે. તેમણે ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય અને સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર સમર્થન આપ્યું. તેમણે હંમેશા આપણા સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવા માટે કામ કર્યું. મને ઘણા વર્ષોથી તેમને જાણવાનો, વિવિધ મુદ્દાઓ પર નજીકથી વાતચીત કરવાનો સૌભાગ્ય મળ્યું. આ દુઃખદ ઘડીમાં મારી લાગણી તેમના પરિવાર અને સમર્થકો સાથે છે."

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2132206) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Manipuri , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada